ગુરુવાર, 22 ડિસેમ્બર, 2011

સોનિયા ગાંધી વિશે તમે શું જાણો છો? પ્રકરણ ૨


સોનિયા ગાંધી ભારતના વડાપ્રધાન થવા યોગ્ય છે કે નહિ એ પ્રશ્નનો બિનસાંપ્રદાયિકતા  અથવા હિંદુ રાષ્ટ્રવાદ કે ભારતની વિવિધ સંસ્કૃતિથી કંઈ લેવ દેવા નથી. ખરી વાત તો એ છે કે દેશના સૌથી મહત્વના પદ પર સ્થાપિત કરવા જતા કઈ રીતે તેમના પર વિશ્વાસ મૂકી શકાય? ૧૯૮૪મા એક રેલીમાં તેમણે કહ્યું હતું કે 'મારા છેલ્લા શ્વાસ સુધી હું ભારતીય છું'. ઘણોજ ઉંચો વિચાર છે, પણ વાસ્તવિક રીતે તે ઘણો જ ખોખલો સાબિત થાય છે. જોકે તેઓ દેશના એક વિશેષ પરિવારના સદસ્ય છે અને વડાપ્રધાન બનવા માટે ઘણાજ  આતુર છે. હા - ત્યારે તેઓ સામાજિક વ્યક્તિત્વ બની જાય છે અને તેમના વિષે જાણવાનો હક દરેકને છે. ૧૪ મે ૨૦૦૪ સુધી તેઓ વડાંપ્રધાન બનવા તનતોડ મહેનત કરતા રહ્યાં, ત્યાં સુધી કે પૂર્ણ સમર્થન ના હોવા છતાં દાવો રજુ કરવા નીકળી પડ્યા હતા. પરંતુ ૧૪ મે ૨૦૪૪ ના દિવસે રાષ્ટ્રપતિ કલામ સાહેબ દ્વારા કેટલાક અસુવિધાજનક પ્રશ્નો પૂછવામાં આવ્યા બાદ અચાનક ૧૭ મે આવતા આવતા તેમનામાં વૈરાગ્ય ભાવના જાગૃત થઇ ગઈ અને તેઓ ત્યાગ અને બલીદાનની પ્રતિમૂર્તિ બની ગયા. કલામ સાહેબ બીજી વાર રાષ્ટ્રપતિ ન બની શક્યા તેનું આ પણ એક મોટું કારણ છે. આજ પ્રમાણે સોનિયા ગાંધીએ પ્રણવ મુખરજીને રાષ્ટ્રપતિ એટલા માટે ન બનવા દીધા કારણકે ઇન્દિરા ગાંધીના મૃત્યુ પછી રાજીવ ગાંધી વડાપ્રધાન ન થાય એવો તેમણે વિરોધ કર્યો હતો.

અત્યારે એક બાજુ કઠપૂતળી વડાપ્રધાન અને  બીજી બાજુ જીહજૂરી કરનાર રાષ્ટ્રપતિ હોય તો સોનિયા ગાંધીને વડાપ્રધાન બનતા કોણ રોકી શકે છે? સોનિયા ગાંધી ઉર્ફે માયનો છેલ્લા શ્વાસ સુધી ભારતીય હોવાનો દાવો કરે છે પણ ભારતની ભળી-ભોળી જનતાને ઇન્દિરા સ્ટાઈલથી માથે ઓઢી 'નામાસ્ખર' કરી બે ચાર હિન્દી શબ્દો બોલે છે પણ હકીકત એ છે કે ૧૯૮૪  સુધી  તેમણે ઇટલી નો પાસપોર્ટ અને નાગરિકત્વ છોડ્યા ન હતા. (કદાચ ગમે ત્યારી જરૂર પડું જાય). રાજીવ અને સોનિયાના લગ્ન થયા હતા-૧૯૬૮ માં, ભારતના નાગરિકીય કાયદા અનુસાર (જે કાયદો ભાજપ કે સામ્યવાદીઓએ નહિ પણ કોંગ્રેસેજ ૧૯૫૦ માં બનાવ્યો છે). સોનિયાએ પાંચ વર્ષની અંદરજ ભારતની નાગરિકતા સ્વીકારવી જોઈતી હતી એટલેકે ૧૯૭૪ સુધીમાં. પણ આ કામ તેમણે ૧૦ વર્ષ પછી કર્યું. આ આંખ આડા કાન કરે એવી વાત નથી. આ પંદર વર્ષ દરમિયાન બે તકો એવી આવી જયારે સોનિયા ગાંધી પોતાની જાતને ભારતીય સાબિત કરી શકે એમ હતા. પ્રથમ તક આવી ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે.(બાંગ્લાદેશ ત્યારેજ અલગ કરાવાયું હતું.) એ સમયે આપત્કાલીન આદેશો  અનુસાર ઇન્ડિયન એર-લાઇન્સના પ્રત્યેક પાયલોટની રજાઓ  રદ્દ કરવામાં આવી હતી, જેથી સેનાને ગમે ત્યારે મદદ પહોંચતી કરી શકાય. માત્ર એકજ પાયલોટને તેમાંથી છૂટ આપવામાં આવી હતી. જી હા- રાજીવ ગાંધી એ સમયે પૂર્ણકાલીન પાયલોટ હતા. જયારે સમગ્ર ભારતીય પાયલોટ માતૃભૂમિની સેવા માટે ઉપસ્થિત હતા ત્યારે સોનિયા ગાંધી પોતાના પતિ અને બે બાળકો સાથે ઇટાલીની સુરમ્ય વાડીઓમાં હતા. તેઓ ત્યારેજ પાછા ફર્યા જયારે જનરલ નીયાજીએ સમર્પણના કાગળો પર સહી કરી.

બીજો મોકો આવ્યો ઈ.સ. ૧૯૭૭ માં જયારે એવા સમાચાર આવ્યા કે ઇન્દિરા ગાંધી ઇલેક્સન હારી ગયા છે અને કદાચ એવું બને કે જનતા પાર્ટીની સરકાર તેમની ધરપકડ કરે અથવા પરેશાન કરે, માયનો મેડમે તરતજ તેમનો સામાન પેક કર્યો અને પોતાના બંને બાળકો સાથે દિલ્લીના ચાણક્યપુરી સ્થિત ઇટાલિયન દુતાવાસમાં જી પહોચ્યા. ઇન્દિરા ગાંધી, સંજય ગાંધી અને મેનકા ગાંધીના સહિયારા પ્રયાસોથી પાછા ફર્યા. 1984 માં પણ ભારતીય નાગરિકતા ગ્રહણ કરાવી તેમની મજબૂરી એટલા માટે હતી કે રાજીવ ગાંધી માટે એ ઘણી જ શરમજનક અને અસહ્ય પરિસ્થિતિ હોત કે એક ભારતીય વડાપ્રધાનની પત્ની ઇટાલિયન નાગરિક છે. ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરવાની તારીખ ભારતીય પ્રજાથી સફીપુર્વક છુપાવવામાં આવી. ભારતનો કાયદો અમેરિકા, જર્મની, થઈલેન્દ અથવા સીંગપુર વગેરે દેશો જેવો નથી જેમાં ત્યાં પૈદા થનાર વ્યક્તિ જ ઉચાં પદો પર બેસી શકે છે. ભારતના સંવિધાનમાં આ પ્રાવધાન એટલા માટે નથી કે એ બનાવનાર 'બિનસાંપ્રદાયિક' નેતાઓએ સપનામાં પણ વિચાર્યું નહિ હોય કે આઝાદીના સાઠ વર્ષના સમયમાંજ કોઈ વિદેશી મૂળની વ્યક્તિ વડાપ્રધાન પદની દાવેદાર બની જશે. સંવિધાન અનુસાર સોનિયા ગાંધી વડાપ્રધાન પદના દાવેદાર બની શકે છે, જેમ કે હું અથવા અન્ય કોઈ પરંતુ ભારતના નાગરિકતા કાયદા અનુસાર વ્યક્તિ ત્રણ રીતે ભારતની નાગરિક થઇ શકે છે- પ્રથમ જન્મથી, દ્વિતીય નોધાણીથી અને ત્રીજું પ્રાકૃતિક કારણો (ભારતીય સાથે વિવાહ પછી સતત પાંચ વર્ષો સુધી ભારતમાં વસવાટ). આ પ્રમાણે હું અને સોનિયા ગાંધી બંને ભારતીય નાગરિક છીએ, પરતું હું જન્મથી ભારતીય નાગરિક છું અને મારાથી એ કોઈ ઝુંટવી શકે એમ નથી પરંતુ સોનિયા મુદ્દે તેમની નોધણી રદ્દ થઇ શકે છે. તેઓ ભલે લાખ વખત દાવો કરે કે તેઓ ભારતીય વહુ છે પણ તેમની નાગરિકતા નોધણી ભારતની નાગરિકતા કાયદાની ધારા ૧૦ અનુસાર ત્રણ ઉપધારાઓના કારણે રદ્દ થઇ શકે છે.(અ) તેમણે નાગરિકતાની નોધણી દગાબાજી અથવા વાસ્તવિક કારણો છુપાવીને કરી હોય. (બ)તે નાગરિક ભારતના સંવિધાન પ્રત્યે અપ્રમાણિક હોય.(ક)નોધણી કરાવેલ નાગરિક યુદ્ધકાળ દરમિયાન દુશ્મન દેશ સાથે કોઈ પણ પ્રકારે સંપર્કમાં હોય (આ મુદ્દાઓ પર ડો.સુબ્રમણ્યમ સ્વામી ઘણું કામ કરી ચુક્યા છે અને પોતાના પુસ્તકમાં તેમણે આનો ઉલ્લેખ પણ કાર્યોં છે જે તમે આ અનુવાદના ત્રીજા ભાગમાં વાંચી શકશો.) રાષ્ટ્રપતિ કલમ સાહેબના દિમાગમાં એક વાત ચોક્કસ રીતે ચાલી હશે તે એ કે ઇટાલીના કાયદાઓ અનુસાર ત્યાનો કોઈ પણ નાગરિક બેવડી નાગરિકતા રાખી શકે છે, ભારતના કાયદામાં એવું નથી. અને હજુ સુધી એ સાર્વજનિક થયું નથી કે સોનિયાએ પોતાનો ઇટલીવાળો પાસપોર્ટ અને નાગરિકતા ક્યારે છોડ્યા? આવામાં તેઓ ભારતના વડાપ્રધાન બનવાની સાથે સાથે ઇટાલીના વડાપ્રધાન પદના દાવેદાર બની શકે છે. અમેરિકાના સંવિધાન અનુસાર સર્વોચ્ચ પદે સ્થાપિત થનાર વ્યક્તિને અંગ્રેજી આવડવું જોઈએ, અમેરિકા પ્રત્યે વફાદાર હોય અને અમેરિકી સંવિધાન અને સાસણ વ્યવસ્થાનો જાણકાર હોય. ભારતનું સંવિધાન પણ લગભગ મળતું આવે છે. પરંતુ સોનિયા કોઈ પણ ભારતીય ભાષમાં પારંગત નથી(અંગ્રેજીમાં પણ), તેમની ભારત પ્રત્યેની પ્રમાણિકતા પણ માત્ર ૨૨ ૨૩ વર્ષ જ જૂની છે અને તેમને ભારતીય સંવિધાન અને ઇતિહાસની કેટલી જાણકારી છે એતો સૌ જાણે છે. જયારે કોઈ નવા વડાપ્રધાન બને છે ત્યારે ભારત સરકારનો પત્ર સુચના બ્યુરો (પી.આઈ. બી) તેમનો બાયોડેટા અને અન્ય માહિતી એક પેમ્ફલેટમાં રજુ કરે છે. આજ સુધી એ પેમ્ફલેટ   કોઈએ ધ્યાનથી નથી જોયો કારણકે જે પણ વડાપ્રધાન બન્યા જનતા, પ્રેસ તેમના વિષે નખશીખ જાણે છે
.
અને ન કરે નારાયણ સોનિયાએ વડાપ્રધાન પદ પ્રાપ્ત કર્યું તો એ જાણવું જરૂરી છે કે સોનિયાનો જન્મ ખરેખર ક્યાં થયો હતો? તેમના પિતાનું નામ શું છે? અને તેમનો ઈતિહાસ શું છે? તેમણે કઈ સ્કુલમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું? તેમનું મનપસંદ ભોજન શું છે? હિન્દી  ફિલ્મનો કયો ગાયક તેમને વધારે ગમે છે? કયા ભારતીય કવિની કવિતાઓ તેમને ગમે છે? શું ભારતના વડાપ્રધાન વિષે આટલું પણ ન જાણવું જોઈએ?
महाजाल पर सुरेश चिपलूनकर


4 ટિપ્પણીઓ:

ZEAL કહ્યું...

I wish i can read the article . I am feeling so sorry about myself that i cannot understand this language...

vandematram !

.

Viral કહ્યું...

चलो अब हिंदी में भी लिखूंगा.

Viral કહ્યું...

this is suresh chiplunkar's article translate by me.

Unknown કહ્યું...

Nothing